*👑सर्वा अवतार धरतारं अक्षरधाम प्रदायक: 🙏 वंदे सर्वोपरि देव: त्वं गोपीनाथजी मनोहरं👑*
*🙏જય શ્રી સ્વામિનારાયણ🙏*
*👑સવૉપરી ભગવાન શ્રી સ્વામિનારાયણ ની કર્મભૂમિ એટલે ગઢપુરધામ💠ભગવાન સ્વામિનારાયણ 29 વર્ષ આ ભૂમિ પર રહ્યા છે. 👑*
*⚜ચરણોમાં રજે ભર્યા ભરપૂર રે . સ્પર્શ રજ કરે દુઃખ દુર રે |*
*ધન્ય ધન્ય શેરી બજારને હાટ રે ||⚜*
🔸શ્રી પુરુષોત્તમપ્રકાશ ગ્રંથ 🔸
*🔆એક માત્ર ભગવાન શ્રી સ્વામિનારાયણ ને સવૉપરી કહેવાય છે એનુ મુખ્ય રસપ્રદ એક કારણ એ પણ છે .🔆*
🔅આજ સૂધી આટલા અવતારો થયા પણ
*🔆ભગવાન શ્રી સ્વામિનારાયણ એ પોતાના અંગે અંગ ના માપ નું સ્વરૂપ ગઢપુરધામ મા સમથઁ શ્રી ગોપીનાથજી મહારાજ પોતાના હાથે પધરાવ્યા .🔆*
🔅ભગવાન શ્રી સ્વામિનારાયણ એ એમના શ્રીમુખે વચન આપતા કહ્યું છે
*🔆આ ગોપીનાથજી મહારાજ નું સ્વરૂપ અને અમારા મા લેશ માત્ર ફેર ના જાણવો આ સ્વરૂપ મા અમે અખંડ બિરાજમાન રહીશું🔆*
💠ગઢપુર મંદિર ની તો વાત જ અલૌકિક છે💠
*🇦🇹 કીધું અધિક ગઢપુર સાત પુરી ચાર ધામથી જો ,*
*પ્રેમાનંદ કહે યમદુત ભાગે ગોપીનાથ નામથી જો . 🇦🇹*
*🔆મહારાજ વારે વારે કહેતા ગઢડું મારું ને હું ગઢડા નો એતો કદી ના મટવાનું🔆*
*🔆શ્રીજી મહારાજ એ એમના શ્રી મુખે વચન આપતા કહ્યું છે . " આ ગઢપુર મંદિર એતો અક્ષરધામ નું મધ્ય છે "🔆*
*🔆ગઢપુર મંદિર ને મહારાજ પોતાનું ઘર કહેતા અને એની વિશેષતા એ છે કે 💠 " वो ही गढपुर जाते हैं जिन्हें स्वयं श्रीहरि बुलाते हैं " 🔆*
*⚜વળી મનકર્મને વચને રે , નિરખ્યા ગોપીનાથ જે જને રે | તે તો પામશે અક્ષરધામ રે , થાશે જન તે પુરણ કામ રે ||⚜*
🔸શ્રી પુરુષોત્તમપ્રકાશ ગ્રંથ 🔸
*🔆 વિદ્વનો કહે છે ધ્યાન ની બાબત માં શાસ્ત્રો ના અને મહારાજ ના મત મુજબ જ્યારે મહારાજ નું આજ ના સમય માં ધ્યાન કરવુ હોય તો*
*👑ગોપીનાથજી મહારાજ👑*
*નું ધ્યાન શ્રેષ્ઠ છે કેમકે ધ્યાન મહારાજ ના અંગે અંગ નું કરવાનું હોય છે અને ગોપીનાથજી મહારાજ નું સ્વરૂપ એતો મહારાજ નું પ્રગટ અક્ષરધામ નું સ્વરૂપ છે.🔆*
*💢વિશ્વ મા એક માત્ર શ્રી ગોપીનાથજી મહારાજ નું સ્વરૂપ એવુ છે જેમના મુખારવિંદ ના હાવભાવ તથા આકાર મા રોજ ફેરફાર જોવા મળે છે💢*
*🔆ગઢપુર મંદિર માં બિરાજમાન શ્રી ગોપીનાથજી મહારાજ નું સ્વરૂપ એ મહારાજ ની પ્રૌઢાવસ્થા (46 વર્ષ) નું સ્વરૂપ છે💠તથા હરિકૃષ્ણ મહારાજ નું સ્વરૂપ એ મહારાજ ની કિશોર અવસ્થા (16 વર્ષ) નું સ્વરૂપ છે.🔆*
*👑ઘેલા સમ તિર્થ નહી ,ગઢપુર સમ ધામ નહી , સવૉપરી ગોપીનાથજી મહારાજ સમ દેવ નહી અને શ્રીહરિ સમ નામ નહી👑*
🔅આ માટે જ મહારાજ ની આજ્ઞાથી બનેલા
*મુખ્ય છ મંદિર* મા *ગઢપુરધામ*
નું મહત્વ વિશેષ ગણાય છે .🔅
*💠એક માત્ર ગઢપુર મંદિર એવું છે જે મંદિર નું ખાતમુહૂર્ત મહારાજ એ જાતે કર્યું . સોનેરી પાઘ ધારણ કરી હતી અને માથા પર પથ્થર લઈ મંદિર ના પાયા મા પ્રથમ પથ્થર મુકી શુભઆરંભ કર્યું ત્યાર થી પ્રતિષ્ઠા સુધી મહારાજ ખડે પગે રહી ને વિશાળ બે માળ નું મંદિર બંધાવ્યું તથા મહારાજ એ ગઢપુર મા રહીને બધા વ્રત,ઉપવાસ,ઉત્સવો કર્યા છે💠*
*🔆ગોપીનાથજી મહારાજ નું મંદિર એક દિવસ સોના નું હશે હશે એવુ કહ્યું હતું આજે મંદિર ના શિખરો . સિંહાસન . દ્વાર . ધ્વજા દંડ અને વસ્ત્રો . આભુષણો સોના છે🔆*
🔅હવે વાત કરીએ *દાદા ના દરબાર* ની
દાદા ના દરબાર મા *મહારાજ દરરોજ લિંબતરુ નીચે સભા ભરીને બેસતા અને ઘણા વચનામૃત કહેલા છે તથા દરબાર ગઢ ની 24 થાભલી મા 24 અવતાર બિરાજમાન છે🔅*
*👑ભગવાન સ્વામિનારાયણ એ સૈપ્રથમ પ્રતિષ્ઠા સંપ્રદાયના ના ઈતિહાસ મા દાદા ના દરબાર મા શ્વેતદિપ થી વાસુદેવનારાયણ નું અતિ તેજોમઈ સ્વરૂપ મંગાવી ને પધરાવ્યુ💠મહારાજ રોજ આ વાસુદેવનારાયણ ની આરતી ઉતારતા સવારે તૂલસીપત્રો દ્વારા પૂજન કર્તા અને મહારાજ રોજ 6 દંડવટ કરતા અને મહારાજ જ્યરે સત્તસંગ વિચરણ મા જતા ત્યારે મહારાજ વાસુદેવનારાયણ ના સ્વરૂપ માથી મોટીબા અને લાડુબા ના હાથે થાળ જમતા .👑*
*❄સત્તસંગીજીવન ગ્રંથ રાજ ને મહારાજ માથા પર મુકીને રાસ રચાવતા લઈને આવ્યા હતા ❄*
*🔆ઉન્મદ ગંગા (ઘેલા નદી) મા મહારાજ રોજ સંતો પરંમહંસો સાથે વહેલી સવાર મા જળક્રીડા કરવા જતા , ઉન્મદ ગંગા નો ઈતિહાસ ખુબ સુંદર છે , મહારાજ એ જલજીણી ઉત્સવ ઉન્મદ ગંગા મા કરેલો છે🔆*
*❄મહારાજ નું અતિ પ્રિય સ્થાન એટલે 🔹અક્ષર ઓરડી🔹 મહારાજ રોજ અક્ષર ઓરડી મા પોઢતા અને ઘણીવાર મહારાજ ત્યાં એકાંત મા બેસતા અને ગોપાળાનંદ સ્વામિ નું દિક્ષા સ્થાન તથા મહારાજ આ ધરા પરથી સ્વધામ ગમન લિલા વખતે અંતિમ શ્વાસ અક્ષરધામ સમાન અક્ષર ઓરડી મા લીધો હતો.❄*
*🔆લક્ષ્મીવાડી જે સ્થાન મા અત્યારે મંદિર છે એ સ્થાન રોજ મહારાજ જઈ ને માથું ટેકવતા અને કહેતા આ જગ્યા એ બધા અવતાર આવેલા છે તથા ભક્તચિંતામણી ની રચના લક્ષ્મીવાડી આ થઈ છે તથા🔅 મહારાજ નો અગ્નિ સંસ્કાર એજ જગ્યામા કરવામાં આવ્યો છે. 🔅તથા ત્યાં મોટી બા નો બાજુ મા અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યો છે કેમકે મોટી બા લક્ષ્મીજી નો અવતાર થી પ્રસિદ્ધ છે તથા આ વાડી એમના નામ થી ઓળખાય છે. 🔅મહારાજ 3 સ્વરૂપે લક્ષ્મીવાડી ના નિજ મંદીર મા બિરાજમાન છે 1 સહજનંદ સ્વામિ ની પ્રતિમા મા , 2 અસ્થિ કળશ તથા 3 દિવ્ય ચરણારવિંદ સ્વરૂપે બિરાજમાન છે. 🔆*
*💢શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના કોઈ પણ શાસ્ત્ર ખોલવામાં આવે તો 🙏તિર્થરાજ પૃથ્વી પર નું અક્ષરધામ એટલે શ્રીહરિ નું સવૉપરી ગઢપુરધામ👑 નું નામ વારંવાર આવશે જ💢*
*👣સોય અગ્ર સમાન અવનિ રે , નથી વણ સ્પરશ્ય પાવરની રે |👣*
*🙏તિયા પાપી તજે કોઈ પ્રાણ રે , તે પણ પામે પદનિર્વાણ રે || 🙏*
*🇦🇹ગઢપુર મંદિર થી અપાર રે કૈંક જીવનો કર્યો ઉધ્ધાર રે |*
*ખાયે પછીયે રહે ખુશી રમે રે , આવે નાથ તેડવા અંત સમે રે ||🇦🇹*
*💢卐 બહુ પેર અતિ પરસાદિયો , વળી ઈયાં મળે છે જરૂર | તેનું ઘસાતું બોલવું , એથી બિજો કોણ અસુર|| 卐💢*
🔸શ્રી પુરુષોત્તમપ્રકાશ ગ્રંથ🔸
*🙏ખાસ આ વાત ધ્યાનમાં રાખવી ક્યારેય ગઢપુરધામ વિશે ઘસાતું (ખરાબ) બોલવું નહી કેમકે શાસ્ત્ર કહેછે મહારાજ આ ચરણો થી પ્રસાદીનું મહારાજ નું અતિ પ્રિય સ્થાન જેને મહારાજ એ પોતાના ઘર નું તથા અક્ષરધામ નું બિરૂધ આપ્યું તથા એમના જીવન નો સૌથી વધુ સમય 29વર્ષ ગઢપુરધામ મા મહારાજ રહ્યા છે એવા દિવ્ય ગઢપુરધામ વિષે ઘસાતું બોલનાર આસુર છે એવુ શ્રી પુરુષોત્તમપ્રકાશ ગ્રંથ મા કહ્યું છે 🙏*
jai swaminarayan....🙏🌷