🅱🅰🅿💲👇🅱🅰🅿💲
*
*_સહજાનન્દનામાવલી પાઠઃ_*
( *સાધુ ભદ્રેશદાસ સ્વામી* )
---: અર્થ _ સહજાનન્દનામાવલી પાઠ: :---
*૧* ૐ શ્રીસ્વામિનારાયણાય નમઃ ।
*‘સ્વામિનારાયણ’ નામથી વિખ્યાત સ્વામીએ સહિત નારાયણ એવા સહજાનંદ સ્વામીને હું નમન કરું છું...*
*૨* ૐ શ્રીસાક્ષાદક્ષરપુરુષોત્તમાય નમઃ ।
*મૂર્તિમાન અક્ષરપુરુષોત્તમ છે જેઓ એવા સહજાનંદ...*
*૩* ૐ શ્રીપરમાત્મને નમઃ ।
*આત્માના પણ પરમ આત્મા છે એવા સહજાનંદ...*
*૪* ૐ શ્રીપરબ્રહ્મણે નમઃ ।
*બ્રહ્મથી પર એવા...*
*૫* ૐ શ્રીભગવતે નમઃ ।
*ભગવાન એવા...*
*૬* ૐ શ્રીપુરુષોત્તમાય નમઃ ।
*પુરુષોમાં ઉત્તમ એવા...*
*૭* ૐ શ્રીઅક્ષરધામવાસાય નમઃ ।
*અક્ષરધામ છે ધામ જેમનું જેમાં વાસ કરનારા, એવા...*
*૮* ૐ શ્રીદિવ્યસુન્દરવિગ્રહાય નમઃ ।
*સુંદર અને દિવ્ય શરીરવાળા એવા...*
*૯* ૐ શ્રીસાકારાય નમઃ ।
*સાકાર, અર્થાત્ આકારે સહિત મૂર્તિમાન એવા...*
*૧૦* ૐ શ્રીદ્વિભુજાય નમઃ ।
*બે ભુજાવાળા, એવા...*
*૧૧* ૐ શ્રીઅનાદયે નમઃ ।
*અનાદિ અર્થાત્ જેમનો આદિ અને અંત નથી એવા...*
*૧૨* ૐ શ્રીસાકારાઽક્ષરસેવિતાય નમઃ ।
*મૂર્તિમાન અક્ષર જેમને સેવે છે એવા...*
*૧૩* ૐ શ્રીદિવ્યાસનોપવિષ્ટાય નમઃ ।
*દિવ્ય આસન ઉપર વિરાજમાન એવા...*
*૧૪* ૐ શ્રીઅનન્તમુક્તપૂજિતાય નમઃ ।
*અનંત મુક્તો પૂજે છે જેમને એવા...*
*૧૫* ૐ શ્રીસર્વકરણશક્તાય નમઃ ।
*સર્વ કાર્ય કરવા માટે જે શક્તિમાન છે એવા...*
*૧૬* ૐ શ્રીસમર્થાય નમઃ ।
*જે કર્તું, અકર્તું, અન્યથાકર્તું સમર્થ છે એવા...*
*૧૭* ૐ શ્રીભક્તિનન્દનાય નમઃ ।
*ભક્તિદેવીને પુત્રરૂપે આનંદ આપનારા એવા...*
*૧૮* ૐ શ્રીદિવ્યજન્મને નમઃ ।
*દિવ્ય છે જન્મ જેમનો એવા...*
*૧૯* ૐ શ્રીમહારાજાય નમઃ ।
*રાજાઓના રાજા એવા...*
*૨૦* ૐ શ્રીદિવ્યકર્મણે નમઃ ।
*દિવ્ય કર્મ કરનારા એવા...*
*૨૧* ૐ શ્રીમહામતયે નમઃ ।
*મહાબુદ્ધિશાળી એવા...*
*૨૨* ૐ શ્રીનારાયણાય નમઃ ।
*નર કહેતાં ભક્તના આશ્રયરૂપ, રામાનંદ સ્વામીએ પાડેલું ‘નારાયણ મુનિ’ એવું નામ એવા...*
*૨૩* ૐ શ્રીઘનશ્યામાય નમઃ ।
*વાદળ સમાન શ્યામ છે એવા (બાળપણનું નામ)...*
*૨૪* ૐ શ્રીનીલકણ્ઠાય નમઃ ।
*બીજાના દુઃખ લઈ લેનાર એવા...*
*૨૫* ૐ શ્રીતપઃપ્રિયાય નમઃ ।
*તપ પ્રિય છે જેમને એવા...*
*૨૬* ૐ શ્રીઅનાસક્તાય નમઃ ।
*સદા સર્વત્ર સર્વ થકી અનાસક્ત એવા...*
*૨૭* ૐ શ્રીતપસ્વિને નમઃ ।
*તપસ્વી એવા...*
*૨૮* ૐ શ્રીઅલિપ્તાય નમઃ ।
*કોઈના બંધનમાં (પદાર્થ, વિષય, વગેરે) નહિ આવનારા એવા...*
*૨૯* ૐ શ્રીભક્તવત્સલાય નમઃ ।
*ભક્તોને જે પ્રિય છે અને ભક્તો જેને પ્રિય છે એવા...*
*૩૦* ૐ શ્રીનૈકમોક્ષાર્થયાત્રાય નમઃ ।
*અનેકના મોક્ષ માટે યાત્રા કરનારા એવા...*
*૩૧* ૐ શ્રીસર્વાત્મને નમઃ ।
*સર્વના આત્મા અને પ્રાણ છે એવા...*
*૩૨* ૐ શ્રીદિવ્યતાપ્રદાય નમઃ ।
*દિવ્યતા દેનારા એવા...*
*૩૩* ૐ શ્રીસ્વેચ્છાધૃતાઽવતારાય નમઃ ।
*પોતાની ઇચ્છાથી અવતાર ધારણ કરનારા એવા...*
*૩૪* ૐ શ્રીસર્વાઽવતારકારણાય નમઃ ।
*સર્વ અવતારના કારણ છે એવા...*
*૩૫* ૐ શ્રીઈશ્વરેશાય નમઃ ।
*ઈશ્વરોના પણ ઈશ્વર છે એવા...*
*૩૬* ૐ શ્રીસ્વયંસિદ્ધાય નમઃ ।
*કોઈની અપેક્ષા વગર પોતે સ્વયં સિદ્ધ છે એવા...*
*૩૭* ૐ શ્રીભક્તસંકલ્પપૂરકાય નમઃ ।
*ભક્તોના સંકલ્પ સિદ્ધ કરનારા એવા...*
*૩૮* ૐ શ્રીસંતીર્ણસરયૂવારયે નમઃ ।
*સરયુના ધસમસતા પ્રવાહને સરળતાથી અને સારી રીતે તરી જનારા એવા...*
*૩૯* ૐ શ્રીહિમગિરિવનપ્રિયાય નમઃ ।
*હિમાલય જેવા પર્વત અને વન પ્રિય છે એવા...*
*૪૦* ૐ શ્રીપુલહાશ્રમવાસિને નમઃ ।
*પુલહાશ્રમમાં વાસ કર્યો છે જેમણે એવા...*
*૪૧* ૐ શ્રીપવિત્રીકૃતમાનસાય નમઃ ।
*માનસરોવરને પવિત્ર કરનારા એવા...*
*૪૨* ૐ શ્રીસાક્ષરાય નમઃ ।
*જે હંમેશા અક્ષરે સહિત શોભતા એવા...*
*૪૩* ૐ શ્રીસહજાનન્દાય નમઃ ।
*સહજ આનંદ છે જેમનો એવા...*
*૪૪* ૐ શ્રીસર્વાનન્દપ્રદાય નમઃ ।
*સર્વને આનંદ આપનારા એવા...*
*૪૫* ૐ શ્રીપ્રભવે નમઃ ।
*સંકલ્પથી જ સર્વ કાર્ય કરવા સમર્થ એવા...*
*૪૬* ૐ શ્રીપ્રણીતદિવ્યસત્સઙ્ગાય નમઃ ।
*દિવ્ય સત્સંગના પ્રણેતા એવા...*
*૪૭* ૐ શ્રીહરિકૃષ્ણાય નમઃ ।
*હરિ કહેતાં ચિત્તને હરનારા અને કૃષ્ણ કહેતાં અસુરોનો નાશ કરનારા એવા (માર્કંડેય મુનિએ પાડેલું નામ)...*
*૪૮* ૐ શ્રીસુખાશ્રયાય નમઃ ।
*સુખનો આશ્રય સ્થાન એવા...*
*૪૯* ૐ શ્રીસર્વજ્ઞાય નમઃ ।
*બધુ જ જાણનારા એવા...*
*૫૦* ૐ શ્રીસર્વકર્ત્રે નમઃ ।
*સર્વ કર્તા એવા...*
*૫૧* ૐ શ્રીસર્વભર્ત્રે નમઃ ।
*સર્વનું પોષણ કરાનારા એવા...*
*૫૨* ૐ શ્રીનિયામકાય નમઃ ।
*આશ્રિતજનોને પોતાના વશમાં રાખનારા એવા...*
*૫૩* ૐ શ્રીસદાસર્વસમુત્કૃષ્ટાય નમઃ ।
*સદા સર્વથી શ્રેષ્ઠ એવા...*
*૫૪* ૐ શ્રીશાશ્વતશાન્તિદાયકાય નમઃ ।
*ત્રણે કાળમાં ખંડિત ન થાય એવી શાંતિ આપનારા એવા...*
*૫૫* ૐ શ્રીધર્મસુતાય નમઃ ।
*ધર્મના પુત્ર એવા...*
*૫૬* ૐ શ્રીસદાચારિણે નમઃ ।
*સદાચારી એવા...*
*૫૭* ૐ શ્રીસદાચારપ્રવર્તકાય નમઃ ।
*સદાચારના પ્રવર્તક એવા...*
*૫૮* ૐ શ્રીસધર્મભક્તિસંગોપ્ત્રે નમઃ ।
*ધર્મે સહિત એવી ભક્તિનું રક્ષણ કરનારા એવા...*
*૫૯* ૐ શ્રીદુરાચારવિદારકાય નમઃ ।
*દુરાચારનો નાશ કરનારા એવા...*
*૬૦* ૐ શ્રીદયાલવે નમઃ ।
*દયાળું એવા...*
*૬૧* ૐ શ્રીકોમલાત્મને નમઃ ।
*કોમળ હૃદયના એવા...*
*૬૨* ૐ શ્રીપરદુઃખાઽસહાય નમઃ ।
*બીજાનાં દુઃખ સહન ન કરી શકે એવા...*
*૬૩* ૐ શ્રીમૃદવે નમઃ ।
*મૃદુ અને કોમળ એવા...*
*૬૪* ૐ શ્રીસંત્યક્તસર્વથાહિંસાય નમઃ ।
*જેમણે સર્વ પ્રકારે હિંસાનો સમ્યક્પણે ત્યાગ કર્યો છે એવા...*
*૬૫* ૐ શ્રીહિંસાવર્જિતયાગકૃતે નમઃ ।
*હિંસા રહિત યજ્ઞો કરનારા એવા...*
*૬૬* ૐ શ્રીસકલવેદવેદ્યાય નમઃ ।
*સર્વ વેદ થકી જાણવા યોગ્ય એવા...*
*૬૭* ૐ શ્રીવેદસત્યાર્થબોધકાય નમઃ ।
*વેદના સાચા અર્થનો બોધ કરનારા એવા...*
*૬૮* ૐ શ્રીવેદજ્ઞાય નમઃ ।
*વેદના જ્ઞાતા (જાણનારા) એવા...*
*૬૯* ૐ શ્રીવેદસારાય નમઃ ।
*વેદનો સાર એવા...*
*૭૦* ૐ શ્રીવૈદિકધર્મરક્ષકાય નમઃ ।
*વૈદિક ધર્મનું રક્ષણ કરનારા એવા...*
*૭૧* ૐ શ્રીદિવ્યચેષ્ટાચરિત્રાય નમઃ ।
*જેમની ચેષ્ટાઓ અને ચરિત્રો દિવ્ય છે એવા...*
*૭૨* ૐ શ્રીસર્વકારણકારણાય નમઃ ।
*સર્વ કારણનાં કારણ એવા...*
*૭૩* ૐ શ્રીઅન્તર્યામિણે નમઃ ।
*અંતર્યામી અર્થાત્ સર્વનું અંરત જાણનારા એવા...*
*૭૪* ૐ શ્રીસદાદિવ્યાય નમઃ ।
*હંમેશા દિવ્ય છે એવા...*
*૭૫* ૐ શ્રીબ્રહ્માઽધીશાય નમઃ ।
*બ્રહ્મના અધિપતિ એવા...*
*૭૬* ૐ શ્રીપરાત્પરાય નમઃ ।
*પર થકી પર એવા...*
*૭૭* ૐ શ્રીદર્શિતાઽક્ષરભેદાય નમઃ ।
*અક્ષરબ્રહ્મ તત્ત્વને દર્શાવનારા એવા...*
*૭૮* ૐ શ્રીજીવેશભેદદર્શકાય નમઃ ।
*જીવ અને ઈશ્વર તત્ત્વોને દર્શાવનારા એવા...*
*૭૯* ૐ શ્રીમાયાનિયામકાય નમઃ ।
*માયા તથા માયાના કાર્ય એવા અનંત કોટિ બ્રહ્માંડોનું નિયમન કરનારા ...*
*૮૦* ૐ શ્રીપઞ્ચતત્ત્વપ્રકાશકાય નમઃ ।
*પંચતત્ત્વને પ્રકાશિત કરનારા, અર્થાત્ જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ, અને પ્રબ્રહ્મના સ્વરૂપનું જ્ઞાન આપનારા એવા...*
*૮૧* ૐ શ્રીસર્વકલ્યાણકારિણે નમઃ ।
*સર્વનું કલ્યાણ કરનારા એવા...*
*૮૨* ૐ શ્રીસર્વકર્મફલપ્રદાય નમઃ ।
*સર્વ જીવો તથા ઈશ્વરોને તેમનાં કર્મનું ફળ આપનારા એવા...*
*૮૩* ૐ શ્રીસકલચેતનોપાસ્યાય નમઃ ।
*સર્વ ચેતન તત્ત્વોને ઉપાસ્ય એવા...*
*૮૪* ૐ શ્રીશુદ્ધોપાસનબોધકાય નમઃ ।
*શુદ્ધ ઉપાસનાનો બોધ કરનારા એવા...*
*૮૫* ૐ શ્રીઅક્ષરાધિપતયે નમઃ ।
*અક્ષરના અધિપતિ એવા...*
*૮૬* ૐ શ્રીશુદ્ધાય નમઃ ।
*શુદ્ધ અને પવિત્ર એવા...*
*૮૭* ૐ શ્રીશુદ્ધભક્તિપ્રવર્તકાય નમઃ ।
*શુદ્ધ ભક્તિના પ્રવર્તક એવા...*
*૮૮* ૐ શ્રીસ્વામિનારાયણેત્યાખ્ય-દિવ્યમન્ત્રપ્રદાયકાય નમઃ ।
*‘સ્વામિનારાયણ’ એવા દિવ્ય મંત્રનું પ્રદાન કરનારા એવા...*
*૮૯* ૐ શ્રીસ્વપ્રતિમાપ્રતિષ્ઠાકૃતે નમઃ ।
*સ્વપ્રતિમાની પ્રતિષ્ઠા કરનારા એવા...*
*૯૦* ૐ શ્રીસ્વસમ્પ્રદાયકારકાય નમઃ ।
*સ્વસંપ્રદાયના સ્થાપક અને પ્રવર્તક એવા...*
*૯૧* ૐ શ્રીપ્રસ્થાપિતસ્વસિદ્ધાન્તાય નમઃ ।
*પ્રસ્થાતિપ કર્યો છે સ્વસિદ્ધાંત એવા...*
*૯૨* ૐ શ્રીબ્રહ્મજ્ઞાનપ્રકાશકાય નમઃ ।
*બ્રહ્મના જ્ઞાનને - સ્વરૂપને પ્રકાશિત કરનારા એવા...*
*૯૩* ૐ શ્રીગુણાતીતોક્તમાહાત્મ્યાય નમઃ ।
*ગુણાતીતાનંદ સ્વામીએ જેનો મહિમા ગાયો છે એવા અને ...*
*૯૪* ૐ શ્રીઅક્ષરાઽઽત્મૈક્યપ્રબોધકાય નમઃ ।
*પોતાના આત્માને અક્ષરબ્રહ્મ સાથે એકતા કરવાનો બોધ આપનારા એવા...*
*૯૫* ૐ શ્રીમૂલાક્ષરગુણાતીતસ્વરૂપ-પરિચાયકાય નમઃ ।
*મૂળ અક્ષર એવા ગુણાતીતાનંદ સ્વામીના સ્વરૂપનો પરિચય કરાવનારા એવા...*
*૯૬* ૐ શ્રીભક્તિલભ્યાય નમઃ ।
*ભક્તિ દ્વારા પામી શકાય એવા...*
*૯૭* ૐ શ્રીકૃપાસાધ્યાય નમઃ ।
*કૃપાથી સાધ્ય છે એવા...*
*૯૮* ૐ શ્રીભક્તદોષનિવારકાય નમઃ ।
*ભક્તોના દોષ ટાળનારા એવા...*
*૯૯* ૐ શ્રીશાસ્ત્રિસ્થાપિતસબ્રહ્મ-ધાતુમૂર્તયે નમઃ ।
*બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે જેમની અક્ષરબ્રહ્મ સહિત ધાતુની મુર્તિ સ્થાપિત કરી છે એવા...*
*૧૦૦* ૐ શ્રીઅલૌકિકાય નમઃ ।
*અલૌકિક અને દિવ્ય છે એવા...*
*૧૦૧* ૐ શ્રીબ્રહ્મદ્વારકપ્રાકટ્યાય નમઃ ।
*અક્ષરબ્રહ્મ દ્વારા પ્રગટ છે એવા...*
*૧૦૨* ૐ શ્રીસમ્યગક્ષરસંસ્થિતાય નમઃ |
*અક્ષરબ્રહ્મમાં સમ્યક્ પ્રકારે નિવાસ કરીને રહેનારા એવા ...*
*૧૦૩* ૐ શ્રીસમાધિકારકાય નમઃ ।
*સમાધિ કરાવનારા એવા...*
*૧૦૪* ૐ શ્રીનિખિલપાપનાશકાય નમઃ ।
*સર્વ પાપોનો નાશ કરનારા એવા...*
*૧૦૫* ૐ શ્રીસર્વતન્ત્રસ્વતન્ત્રાય નમઃ ।
*સર્વ પ્રકારે સ્વતંત્ર છે એવા...*
*૧૦૬* ૐ શ્રીમાયિકગુણવર્જિતાય નમઃ ।
*માયાના ગુણોથી રહિત એવા...*
*૧૦૭* ૐ શ્રીદિવ્યાઽનન્તગુણાય નમઃ ।
*દિવ્ય અનંત ગુણો છે જેમના એવા...*
*૧૦૮* ૐ શ્રીઅનન્તનામ્ને નમઃ ।
*અનંત નામવાળા એવા...*
ૐ શ્રીઅક્ષરપુરુષોત્તમમહારાજાય નમઃ ।
ૐ શ્રીગુણાતીતાનન્દસ્વામિમહારાજાય નમઃ ।
ૐ શ્રીભગતજીમહારાજાય નમઃ ।
ૐ શ્રીશાસ્ત્રિજીમહારાજાય નમઃ ।
ૐ શ્રીયોગિજીમહારાજાય નમઃ ।
ૐ શ્રીપ્રમુખસ્વામિમહારાજાય નમઃ ।
*_ૐ શ્રીમહન્તસ્વામિમહારાજાય નમઃ ।_*
*_॥ ઇતિ શ્રીસહજાનંદનામાવલી સમાપ્તા ॥_*
*
🏓👏🏓👏🏓👏🏓👏🏓
No comments:
Post a Comment