ભગવાન સ્વામિનારાયણ
▶જન્મ : ચૈત્ર સુદ નવમી, વિક્રમ સંવત 1837, તા. 3 -4-1781
▶દેહત્યાગ : જેઠ સુદ ૧૦, વિક્રમ સંવત ૧૮૮૬, તા.૧-૬-૧૮૩૦
▶કુલ સમય. : ૪૯ વર્ષ,૧ માસ, ૨૯ દિવસ
▶જન્મસ્થળ : છપૈયા (અયોધ્યા પાસે), જિલ્લો : ગોંડા, ઉત્તરપ્રદેશ, ભારત.
▶બાળવય નું નામ: ધનશ્યામ, હરિકૃષ્ણ
▶પરિવાર - જનો:
પિતા: ધર્મદેવ પાંડે (સામવેદી બ્રાહ્મણ),
માતા: ભક્તિદેવી
મોટાભાઇ : રામપ્રતાપભાઇ , નાનાભાઇ : ઇચ્છારામભાઇ
ભગવાન સ્વામિનારાયણ સ્મરણીય બાળલીલા :
> ૪ વર્ષની વયે સમાધિનું ઐશ્વર્ય બતાવ્યું.
> પ વર્ષની વયે શાસ્ત્રો નું અધ્યયન શરૂ કર્યું.
> ૧૦ વર્ષ ની વયે વેદાદિક શાસ્ત્રો નો સાર કાઠી કાશી માં તાત્વિક મતનું પ્રતિપાદન કર્યું.
> ૧૧ વર્ષની વયે વિક્રમ (અષાઢી) સંવત ૧૮૪૯, અષાઢ સુદ દશમ, તા. ૨૯-૬-૧૭૯૨ ને દિવસે ગૃહત્યાગ કર્યો .
ભગવાન સ્વામિનારાણ પરિભ્રમણ લીલા:
> નીલકંઠ નામ ધારણ કરીને સતત ૭ વર્ષ સુધી કુલ ૧૨૦૦૦ કિ.મી. ની પદયાત્રા, ૧૬૯ તીર્થસ્થળોની યાત્રા કરી.
> નેપાળમાં ગંડકી ના તટે હિમાલયમાં પુલહાશ્રમ (મુક્તિનાથ) માં અઢી માસ સુધી એક પગે ઊભા રહી તપશ્વર્યા કરી.
> ૧૫ વર્ષની વયે માત્ર એક વર્ષમાં ગોપાળયોગી પાસેથી અષ્ટાંગ યોગ સિદ્ધ કર્યો.
ભગવાન સ્વામિનારાયણના ચરણના સોળ (૧૬) ચિન્હો , જે તેમના પરબ્રહ્મ સ્વરૂપની ઓળખ આપે છે.
👣જમણા ચરણમાં નવ ચિન્હો: અષ્ટકોણ, ઊર્ધવરેખા, સ્વસ્તિક, જાંબુ, જવ, વર્જ, અંકુશ, કેતુ , પદ્યમ..
👣ડાબા ચરણમાં સાત ચિન્હો : ત્રિકોણ, કળશ, ગોપદ, ધનુષ્ય, મીન, અર્ધચંદ્ર અને વ્યોમ.
ભગવાન સ્વામિનારાયણની સ્મરણીય લીલાઓ અને કાર્ય :
>૨૧ વર્ષની વયે સર્વોપરી "સ્વામિનારાયણ" મહામંત્ર આપી પોતાનું ભજન કરાવ્યું.
>૨૬ વર્ષની વયે ૫૦૦ સંતોને કાલવાણીમાં એક જ રાત્રીએ પરમહંસની દીક્ષા આપી.
> વેદોના ૨હસ્યજ્ઞાનને પોતાના ઉપદેશ વચનોમાં સરળ ભાષામાં સમજાવી નામે આગવું તત્વજ્ઞાન આપ્યું.
> તેમની હયાતીમાં તેઓના ઉપદેશના ગ્રંથ 'વચનામૃત'નું સંપાદન થયું અને તેમણે પ્રમાણભૂત કર્યો.
>અનુયાયીઓના પવિત્ર વર્તન અને આચરણનું નિદર્શન કરતી આચારસંહિતારૂપ 'શિક્ષાપત્રી' રચી.
ગઢડામાં વિક્રમ સંવત ૧૮૮૬, જેઠ સુદ દશમ (તા.૧-૬-૧૮૩૦),૪૯ વર્ષની વયે દેહલીલા સંકેલીને સ્વધામ પધાર્યા.
No comments:
Post a Comment