Thal

[13/04, 7:32 p.m.] ‪+91 99989 90771‬: *ભગવાનને જમાડીને જમાય.*
*એના માટે થાળ બોલવો પડે*
[13/04, 7:32 p.m.] ‪+91 99989 90771‬: *( થાળ - ૧ )*

મારે ઘેર આવજો છોગલાં ધારી; [૨]

લાડુ જલેબી ને સેવ સુંવાળી,
હું તો ભાવે કરી લાવી છું ઘારી....ટેક

સૂરણ પૂરણ ને ભાજી કારેલાં,
પાપડ વડી વઘારી;
વંતાક વાલોળનાં શાક કર્યા,
મેં તો ચોળાફળી છમકારી..મારે

કાજુ કમોદના ભાત કર્યા,
મેં તો દાળ કરી બહુ સારી;
લીંબુ કાકડીનાં લેજો અથાણાં,
કઢી કરી છે કાઠિયાવાડી...મારે

   🙏   *�(માનસી કરવી )*   🙏�

સ્વામિનારાયણ ભગવાન જમો...🙏�
ગુણાતીતાનંદ સ્વામી મહારાજ જમો...🙏�
ભગતજી મહારાજ જમો...🙏�
શાસ્ત્રીજી મહારાજ જમો....🙏�
યોગીજી મહારાજ જમો....🙏�
પ્રમુખસ્વામી મહારાજ જમો..🙏�
મહંતસ્વામી મહારાજ જમો...🙏�

લવિંગ સોપારી ને પાન બીડી વાળી,
તજ એલચી જાવંત્રી સારી;
નિશદિન આવો તો ભાવે કરી ભેટું,
એમ માગે જેરામ બ્રહ્મચારી..મારે

No comments:

Post a Comment