*અભ્યાસ કરીશ તો જ તારી લાઇફ છે*
તા. ૨૭-૦૭-૨૦૦૫, વિ. સં. ૨૦૬૧, અષાઢ વદ ૭, બુધવાર, બોચાસણ
મુલાકાતો દરમ્યાન એક પરદેશના હરિભક્ત તેઓના સુપુત્રને ખાસ ભારતમાં ભણવા માટે લઈને આવ્યા હતા. સ્વામીશ્રીએ પૂછ્યું, 'અહીં ભણાવવાનું કારણ શું ?'
'ત્યાં આગળ એ આડી લાઇન ઉપર ચડી ગયો છે. એ મને કહે છે કે મને અઢાર વર્ષનો થવા દો, અઢાર વર્ષનો થઈશ એટલે કોઈ અમેરિકન છોકરીને પરણી જઈશ.'
અત્યારથી એની આ વૃત્તિ જોઈને સ્વામીશ્રી તરત જ કહે : 'અલ્યા છોકરીઓ તો પછી ઘણી મળશે. જો સારું ભણીશ તો સામે ચાલીને આવશે. એટલે પહેલા ભણી લે. જો ભણીશ તો સમાજમાં આબરૂ પણ રહેશે અને આવા અવળા ધંધા મૂકી દે અને વ્યસન-દૂષણ હોય એ પણ મૂકી દે. અભ્યાસ કરીશ તો જ તારી લાઇફ છે, બાકી આબરૂ વગર કોઈ કન્યા પણ નહીં આપે. આબરૂ જશે તો તને કોણ આપશે ? માટે અત્યારથી આવા વિચારો કરવા નહીં, રખડવા જવું નહીં, વ્યસને પણ ન ચડવું. ભણવામાં ધ્યાન આપ. ભવિષ્ય તો જ તારું સારું થશે. માબાપ અને ભગવાનની તથા સમાજની પણ સેવા થશે. જો ભણીશ તો સારા પૈસા પણ મળશે અને બધું જ મળશે. માટે આવી વૃત્તિ મૂકી દે.' સ્વામીશ્રીએ એને પ્રેમથી સમજાવ્યો.
No comments:
Post a Comment