વૈરાગ્યમૂર્તિ શ્રી નિષ્કુળાનંદ સ્વામી

આજે (સંવત્ 1903) વૈરાગ્યમૂર્તિ શ્રી નિષ્કુળાનંદ સ્વામી ધામ માં ગયા હતા.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~ ~~
શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના અષ્ટકવિઓમાં વૈરાગ્યમૂર્તિ તરીકેની આગવી છાપ ધરાવતા સંતકવિ શ્રી નિષ્કુળાનંદ સ્વામી એક આગવી પ્રતિભા સંપન્ન વ્યક્તિત્વના શીતળ સાગરમાં વિહાર કરતા સ્વામિનારાયણ સંપ્રદાયના જ નહિ,પણ ગરવી ગુજરાતના એક પોતીકા સંત હતા.
સ્વામીશ્રીનો જન્મ જામનગર જીલ્લાના શેખપાટ ગામે વિ.સં.1822માં રામજીભાઈને ઘરે માતા અમૃતાબાની ગોદે થયો હતો.તેઓ એક પ્રતિષ્ઠિતઅગ્રણી કુટુંબના મોભી હતા છતા વૈરાગ્યવેગથી સંસારથી વિરક્ત રહ્યા હતા.આત્માનંદ સ્વામીએ દીક્ષા આપવા પ્રાર્થના કરેલી,સ્વામીએ જરુર પડશે ત્યારે બોલાવી લઈશું કહીને સંસારમાં જોડ્યા.
અત્યાર પછી સંવત1860માં કચ્છ જતા શ્રીહરિ લાલજી સુથારને ભોમીયા તરીકે સાથે લઈ ગયા.રસ્તામાં તેમના સસરાનું ગામ અઘોઈ આવ્યુ.ત્યાં જ શ્રીહરિએ તેમને કુળ તજાવી દીક્ષા આપી નિષ્કુળાનંદ સ્વામી નામ પાડ્યુ.તેના ધર્મપત્નિ કંકુબાઈ,સુપુત્રો માધવ અને કાનજી તથા સાસુ સસરાને લઈને મનાવવા આવ્યા ત્યારે "મુને સ્વપ્ને ન ગમે સંસાર..."મેં હું આદી અનાદી આ તો સર્વે ઉપાધિ જેવી વેધક સ્વરચિત કાવ્ય પંક્તિઓની વર્ષા કરી.માધવ સાધુ થવા તૈયાર થયો ત્યારે શ્રીહરિએ સિંહના તો સિંહ જ હોય તેમ કહીને દીક્ષા આપી"ગોવિંદાનંદ"નામ પાડ્યું.
સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીની વિલક્ષણતા એ હતી કે તેઓ નિરક્ષર હોવા છતા શ્રીહરિની કરુણાના હસ્તાક્ષરરુપે કલમ ચલાવતા અને કાવ્ય સર્જતા.આ વૈરાગ્યમૂર્તિનાકાવ્યકીર્તનોની કડીઓ તલવારની ધાર માફક ચાપખા મારતી,અજ્ઞાન તિમિરને ભેદીને જ્ઞાનનો પ્રકાશ ફેંકતી કોઈ અજબની અજંન શલાકા જેવીછે. તેમના તીવ્ર વૈરાગ્યની છાપ તેમના કાવ્યોમાં પણ ઉપસી છે.એટલું નહિ,તેમના કાવ્યનું શ્રવણ કરતા આજે પણ સંસાર રાખ લાગે છે.
તીવ્ર વૈરાગ્યથી ઘેરાયેલા હોવા છતા તેઓ પાષાણ અને કાષ્ઠના ઉત્તમ શિલ્પી હતા.તેમણે સ્વયં વડતાલ ઉત્સવ પ્રસંગે 12-12 બારણાનો હિંડોળો બનાવીને શ્રીહરિને ઝૂલાવ્યા હતા.તે તેમની કાષ્ઠકલાકૃત્તિનો નમુનો હતો.તો ઘોલેરા મંદિરની કમાન જે સ્વયં સ્વામીએ હાથમાં ટાંકણું લઇને કોતરેલી છે તે તેમની શિલ્પ કલાનો નમૂનો છે.
સ્વામીશ્રીએ હજારો કિર્તનો ઉપરાંત 22જેટલા નાના મોટા ગ્રંથો રચ્યા છે.જે"નિષ્કુળાનંદ કાવ્ય"રુપે પ્રગટ થયેલ છે."ભક્ત ચિંતામણી"તેમની શિરમોર રચના છે.એક પ્રસંગે શ્રીહરિના અવતારી કાર્યની ગુપ્તતા જાણ્યા પછી કવિએ'પુરુષોત્તમ પ્રકાશ'ગ્રંથ લખીને નિજકાવ્ય મંદિરને કળશ ચડાવ્યા છે.
તેમના આજીવન સાહિત્ય લેખનથી ગુર્જર સાહિત્ય સતત સમૃદ્ધ થતુ રહ્યુ છે.સ્વામીએ ધોલેરાના મહંત પદે સેવા કરતા કરતા સંવત 1904માં શ્રીહરિનું સાનિધ્ય પ્રાપ્ત કર્યુ.છતા તેમના કાવ્યોના પડઘા જ્યારે જ્યારે કાને પડે ત્યારે તેમની તપોછબિ નજર સમક્ષ તરી આવે છે.

No comments:

Post a Comment