------ પૂ. પ્રમુખ સ્વામી મહારાજે બનાવેલા મંદિરો નો દિવ્ય પ્રભાવ ------ પત્રવાંચન કર્યા પછી સ્નાનાદિક વિધિ પછી હ્યુસ્ટનથી આવેલા સ્ટીવન હેડીને મળ્યા. વિવેકસાગર સ્વામી તેઓને લઈને આવ્યા હતા. હ્યુસ્ટનમાં રહેતા આકાર નામના સત્સંગી યુવકને કારણે સ્ટીવન પહેલી વખત હ્યુસ્ટન મંદિરનાં દર્શને આવ્યા હતા. આવ્યા પછી તેની શાંતિ અને દિવ્યતાથી તેઓ અભિભૂત થઈ ગયા અને દર શુક્રવારે સંધ્યા તેમ જ શયન આરતી નિયમિત ભરતા થઈ ગયા હતા. તેઓ ખાસ ભારતનાં દર્શને આવ્યા. ઘણી બધી જગ્યાઓમાં ફર્યા પછી આજે સ્વામીશ્રીનાં દર્શને આવ્યા હતા. સ્વામીશ્રી સમક્ષ વાત કરતાં આભારવશ થઈને તેઓ કહે : 'હ્યુસ્ટનને તમે આવું સુંદર, પ્રેરક, શાંત મંદિર આપ્યું તે બદલ આપનો ખૂબ જ આભાર. ત્યાં જઈએ ત્યારે આધ્યાત્મિકતાનો સંસ્પર્શ ખૂબ જ અનુભવાય છે.' 'ભગવાનની ઇચ્છાથી બધું થયું છે. તમારે પણ ભગવાનની ઇચ્છા હશે એટલે અમારા વિદ્યાર્થી આકાર પટેલ મળી ગયા અને હ્યુસ્ટન મંદિરનો યોગ થઈ ગયો.' સ્ટીવન કહે : 'મંદિરમાં જઉં છું ત્યારે ત્યાંના સ્વયંસેવકો પણ ખૂબ જ મળતાવડા, માયાળુ અને પ્રેમી છે. કાયમ ભગવાનની જ વાતો કરે છે. હું દર શુક્રવારે આરતીમાં જઉં છું, ત્યારે ખૂબ જ શાંતિ અને પ્રેરણા મળતી હોય એવું અનુભવાય છે, અને મંદિરની તેમજ પરંપરાની મૂર્તિઓનાં દર્શન કરું છું ત્યારે તેઓની આંખોમાંથી પ્રેમ, દયા, માયાળુતા અને શાંતિની મને અનુભૂતિ થતી રહે છે.' સ્વામીશ્રીએ તેઓને કહ્યું : 'તમે મુમુક્ષુ છો એટલે તમને ભગવાન પ્રત્યે ભક્તિ વધી છે.' વધુમાં તેઓએ કહ્યું : 'મેં હિન્દુ શાસ્ત્રો વાંચ્યાં છે. આ દેહથી આત્મા જુદો છે. એ સમજવા માટે હું પ્રયત્ન કરું છું.' સ્વામીશ્રી કહે : 'વચનામૃત વાંચ્યું છે ?' 'રોજ એક વાંચું છું.' સ્વામીશ્રી રાજી થયા ને તેઓને આશીર્વાદ આપ્યા. 🙏🏼

------ પૂ. પ્રમુખ સ્વામી મહારાજે બનાવેલા મંદિરો નો દિવ્ય પ્રભાવ ------

પત્રવાંચન કર્યા પછી સ્નાનાદિક વિધિ પછી હ્યુસ્ટનથી આવેલા સ્ટીવન હેડીને મળ્યા. વિવેકસાગર સ્વામી તેઓને લઈને આવ્યા હતા. હ્યુસ્ટનમાં રહેતા આકાર નામના સત્સંગી યુવકને કારણે સ્ટીવન પહેલી વખત હ્યુસ્ટન મંદિરનાં દર્શને આવ્યા હતા. આવ્યા પછી તેની શાંતિ અને દિવ્યતાથી તેઓ અભિભૂત થઈ ગયા અને દર શુક્રવારે સંધ્યા તેમ જ શયન આરતી નિયમિત ભરતા થઈ ગયા હતા. તેઓ ખાસ ભારતનાં દર્શને આવ્યા. ઘણી બધી જગ્યાઓમાં ફર્યા પછી આજે સ્વામીશ્રીનાં દર્શને આવ્યા હતા. સ્વામીશ્રી સમક્ષ વાત કરતાં આભારવશ થઈને તેઓ કહે : 'હ્યુસ્ટનને તમે આવું સુંદર, પ્રેરક, શાંત મંદિર આપ્યું તે બદલ આપનો ખૂબ જ આભાર. ત્યાં જઈએ ત્યારે આધ્યાત્મિકતાનો સંસ્પર્શ ખૂબ જ અનુભવાય છે.'
'ભગવાનની ઇચ્છાથી બધું થયું છે. તમારે પણ ભગવાનની ઇચ્છા હશે એટલે અમારા વિદ્યાર્થી આકાર પટેલ મળી ગયા અને હ્યુસ્ટન મંદિરનો યોગ થઈ ગયો.'
સ્ટીવન કહે : 'મંદિરમાં જઉં છું ત્યારે ત્યાંના સ્વયંસેવકો પણ ખૂબ જ મળતાવડા, માયાળુ અને પ્રેમી છે. કાયમ ભગવાનની જ વાતો કરે છે. હું દર શુક્રવારે આરતીમાં જઉં છું, ત્યારે ખૂબ જ શાંતિ અને પ્રેરણા મળતી હોય એવું અનુભવાય છે, અને મંદિરની તેમજ પરંપરાની મૂર્તિઓનાં દર્શન કરું છું ત્યારે તેઓની આંખોમાંથી પ્રેમ, દયા, માયાળુતા અને શાંતિની મને અનુભૂતિ થતી રહે છે.'
સ્વામીશ્રીએ તેઓને કહ્યું : 'તમે મુમુક્ષુ છો એટલે તમને ભગવાન પ્રત્યે ભક્તિ વધી છે.'
વધુમાં તેઓએ કહ્યું : 'મેં હિન્દુ શાસ્ત્રો વાંચ્યાં છે. આ દેહથી આત્મા જુદો છે. એ સમજવા માટે હું પ્રયત્ન કરું છું.'
સ્વામીશ્રી કહે : 'વચનામૃત વાંચ્યું છે ?'
'રોજ એક વાંચું છું.'
સ્વામીશ્રી રાજી થયા ને તેઓને આશીર્વાદ આપ્યા.
🙏🏼

No comments:

Post a Comment