સુંદરણા ગામના રાજેશભાઈ

સુંદરણા ગામના રાજેશભાઈ

સુંદરણા ગામના રાજેશભાઈ ઠાકોર બાળમંડળ સંચાલક છે. બે વર્ષ પહેલાં બાળપારાયણની જોરદાર પ્રેક્ટિસ કરાવી રહ્યા હતા. એવામાં જ તેઓનાં પત્નીને ડિલીવરી અંગે તાત્કાલિક બોરસદ હૉસ્પિટલમાં લઈ જવાનું થયું. તેઓ ત્યાં ગયા, પરંતુ બાળકોની પ્રૅક્ટિસ તો ચાલુ જ રખાવી. મહારાજની ઇચ્છાથી ડિલીવરીમાં પુત્રરત્નની પ્રાપ્તિ તો થઈ, પરંતુ થોડાક જ કલાકોમાં મહારાજે એ પુત્રને પોતાની પાસે બેસાડી દીધો. આવા હૃદયદ્રાવક પ્રસંગમાં પણ સ્વસ્થતા રાખીને એ જ રાત્રે બાળપારાયણની પ્રૅક્ટિસ માટે તેઓ હાજર થઈ ગયા ને સ્વસ્થતાથી બાળકોને તૈયારી કરાવવા લાગ્યા. સમાજના વડેરાઓએ રાજેશભાઈને ટોકતાં કહ્યું : 'બેટા, હમણાં થોડા દિવસ રહેવા દે.' ત્યારે ખુમારીથી રાજેશભાઈ કહે : 'આ તો ભગવાનનું કામ છે. ભગવાનની ઇચ્છાથી દીકરો આવ્યો હતો ને ભગવાને એમની ઇચ્છાથી જ લઈ લીધો છે.' આ રીતે સત્સંગપ્રવૃત્તિનું કાર્ય તેઓએ ચાલુ રાખ્યું.

No comments:

Post a Comment