🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻સત્સંગમાં તો આપણે એક રુચિ જ રાખવાની હોય
તા. ૨૯-૦૭-૨૦૦૫, વિ. સં. ૨૦૬૧, અષાઢ વદ ૯, શુક્રવાર, બોચાસણ
બે હરિભક્તો વચ્ચે મનદુઃખ હતું. સ્વામીશ્રીએ તેઓને ઊભા રાખ્યા, કારણ કે આ બે હરિભક્તોને લીધે તેઓના બંનેના પુત્રમાં વિશેષ અણબનાવ થઈ ગયો હતો. સ્વામીશ્રીએ પૂછ્યું કે 'મનદુઃખ થવાનું કારણ શું છે ?'
'કારણમાં બીજું કશું જ નથી. મોચમને લીધે આ થયું છે (એક જ સીમાડાવાળી બે જમીનોને કારણે વચ્ચેના હલાણના રસ્તા માટે જે મનદુઃખ થાય એને કાનમમાં મોચમ કહે છે.)
સ્વામીશ્રી તરત જ સમજી ગયા. સ્વામીશ્રી કહે : 'ખેતરની બાબતમાં પ્રશ્ન હતો અને ગાળાગાળી થઈ હતી, પરંતુ હવે એ પ્રશ્ન પૂરો થઈ ગયો કે નહીં ?'
'હવે તો પૂરો થઈ ગયો છે.'
'જો એ પ્રશ્ન પૂરો થઈ ગયો હોય તો હવે આજે આ પણ પતાવી દો. સત્સંગમાં તો આપણે એક રુચિ જ રાખવાની હોય છે. સત્સંગમાં એકબીજા સાથે વઢવેડ હોય તો સત્સંગનું પણ સુખ ન આવે ને સત્સંગ પણ વધે નહીં. માટે આજથી આ મનદુઃખ મૂકી દો ને બોલવા માંડો.' સ્વામીશ્રીએ ઘર કરી ગયેલા કંકાસ ઉપર કુહાડી મારી આપી.
આ જ રીતે વાતો ચાલતી રહી એમાં વળી લંડનના સી.એમ. કાકાની વાત નીકળતાં સ્વામીશ્રી તેઓનો મહિમા ગાતાં કહે: 'સી.એમ. જોલી બહુ, મળતાવડા બહુ, બધાની સાથે ભળી જાય અને હસતાં હસતાં જ વાત કરે.'
'સી.એમ. ધામમાં ગયા ત્યારે આપને બહુ દુઃખ થયું હતું.' ભગવત્ચરણ સ્વામીએ કહ્યું.
સ્વામીશ્રી કહે: 'દુઃખ કેમ ન થાય ? કેવા ભક્ત હતા ? ટરોરો મંદિરનું કેવું કાર્ય કર્યું ? શિર સાટે મૂર્તિઓ લાવ્યા અને લંડનમાં ગયા પછી વ્યવહાર તો કર્યો જ નથી. મંદિરનું જ કામ કરતા હતા. ફંડફાળો કઈ રીતે ભેગો કરવો, એનો જ સતત વિચાર. એ કહે એમાં વળી દરેકને ભાવ થાય અને વળી નારના એટલે બોલવામાં તો પાછા પડે જ નહીં. આવા હરિભક્ત હતા.' સ્વામીશ્રીએ સહેજે સહેજે સંબંધવાળાનો મહિમા વર્ણવ્યો અને હરિભક્તનો મહિમા સમજવા માટેની સૌને પ્રેરણા આપી.
🌹☘🌹🍃jai swaminarayan🍃🌹☘🌹
No comments:
Post a Comment