गुरुब्रह्मा गुरुविष्णु गुरुरदेवोमहेश्र्वर
गुरुरसाक्षात परब्रह्म तत्स्मैश्री गुरुवे नम:
આજે ગુરુ પૂર્ણિમા………નો મહોત્સવ....!!
જે અજ્ઞાન ના અંધકાર માં થી જ્ઞાન ના ઉજાસ તરફ લઇ જાય તે ગુરુ……….! મોક્ષ કરે એ ગુરુ……અને એ ગુરુ ના ઋણ ને ચુકવવા માટે નો પ્રસંગ એટલે કે ગુરૂ પૂર્ણિમા ..!
આપણા સંપ્રદાય માં તો ગુરુ નો મહિમા સ્વયમ શ્રીજી એ છડેચોક ગાયો છે…અને ગુણાતીત ગુરુ પરંપરા એ તો શ્રીજી પ્રાપ્તિ ના માર્ગ ને સામાન્ય જીવો માટે સદાયે સહજ કર્યો છે....... એમનું આ ઋણ તો કદાચ ક્યારેય નહિ ચૂકવી શકાય પણ – જો એમના રાજીપા માં રહેવાય તો- એ આ અતુલ્ય ઋણ ને અદા કરવા નો ઓછોવત્તો પ્રયત્ન જરૂર કહી શકાશે…!....
આપણા મોટા ભાગ્ય કે આપણ ને આવા ગુરુ સામે થી મળ્યા છે. આજ નદી સામે થી તરસ્યા ની પાસે આવી છે. એટલા માટે જ આપણા ગુરુ અને સત્સંગ નો મહિમા અતુલ્ય છે.....બાકી આપણી શુ પાત્રતા...??? આ તો એમની પરમ કૃપા...પરમ દયા કે આપણા અવગુણો ને નજરઅંદાઝ કરી.....આપણ ને સ્વીકાર્યા.....!!!
સત્પુરુષ તો અલમસ્ત છે…એને કોઈ બંધન નથી…….મર્યાદા ઓ નથી…એ તો પોતાના ભક્તો ને સુખ આપવા માટે પોતાના દેહ ની સ્થિતિ ની પરવા વગર વર્ત્યા છે……..કેવળ આપણા કલ્યાણ માટે એમનો દેહ કૃષ્ણાર્પણ કરી દીધો.......
છેક બ્રહ્મ સ્વરૂપ ભગતજી મહારાજ થી લઈને આજે મહંત સ્વામી મહારાજ સુધી બધા ગુણાતીત પુરુષો ના જીવન કથન જોઈએ તો સમજાય કે- હરિભક્તો ના સંકલ્પ પુરા કરવા…રાજી કરવા…..એમણે કેવો કેવો દાખડો સહન કર્યો છે……!.......
આપણા ગુણાતીત ગુરુઓ એ – પોતાના ગુરુ અને ઇષ્ટદેવ ને રાજી કરવા -પોતાના દેહ કે એની એષણાઓ સામે એક વાર પણ જોયું નથી…..યોગીબાપા સિત્તેર વર્ષ ની ઉમરે કહેતા કે -હરિભક્તો ને રાજી કરવા -શાસ્ત્રીજી મહારાજ આજ્ઞા કરે તો રોજ ના દસ ગામ ફરું..! જુઓ આપણા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજ ….૯૪ વર્ષ ની ઉમરે એક માત્ર હરિભક્તો ને રાજી કરવા દિવસ માં બે-બે ત્રણ-ત્રણ વાર દર્શન આપવા પધારતા હતા અને વર્તમાનમાં ગુરુ મહંતસ્વામી પધારે છે .....અતિ કઠીન વિચરણ કરે છે.....તો સામે આપણે એમના રાજીપા માટે જીવી જઇએ......અને આપણે એવા આવા પાકા સત્સંગી થવાનું છે…કે સત્પુરુષ રાજી થાય......
.આ ગુરુપૂર્ણિમા એ ગુરુ અને શ્રીજી ને રાજી કરવા માટે આ જ કરવાનું છે….એમના ગમતા માં .....એમના રાજીપામાં .....એમની આજ્ઞામાં જ રહેવાનું છે..! ગઢડા અંત્ય-13 માં શ્રીજી કહે છે એમ.....એમનો રાજીપો...એમની મરજી એ જ આપણુ પ્રારબ્ધ....!!
હવે તો........
એ દિન કહે તો દિન…અને રાત કહે તો રાત….
.મન ની ગાંઠો મેલી હવે..બસ એના ચાંદે ચાંદ..!
આવા સત્પુરુષ....પ્રગટ અક્ષરબ્રહ્મ.....સાક્ષાત શ્રીજી ના ધારક એવા પ.પૂ.મહંત સ્વામી મહારાજ ના ચરણો માં સાષ્ટાંગ દંડવત સહિત જય સ્વામિનારાયણ....! બાપા ...રાજી રહેજો....!
No comments:
Post a Comment