*🌼 કોઈનું નો રાખે ગિરધારી🌼*
*જય સ્વામીનારાયણ*
બાબરીયાવાડનો આ ખૂબ જ નાનો; પણ બૌવ સરસ પ્રસંગ છે. આ ગામના કેટલાક ભક્તો સંઘ લઈને ગઢપુર જઈ રયા હતા. ત્યાં રસ્તે કોઈકની વાડી જોઈને, ત્યાં પોરો ખાવા બેઠા.
વાડીના પટેલ મોટા માણસ હતા એમણે બધાને રામ રામ કર્યા અને પૂછ્યું, “આ સંઘમાં લઈને ક્યાં જઈ રયા છો ?”
બે હાથ જોડીને તેમણે પટેલને ‘જય સ્વામિનારાયણ’ કર્યું, અને કયું કે, “અમે સ્વામિનારાયણ ભગવાનના દર્શન માટે ગઢપુર જઈ રયા છીએ !”
એટલે પટેલ બોલ્યા, “બવ સરસ, ભાઈ ! તમે ભગવાન ના દર્શને જઈ રયા છો, તો લ્યો આ ૧૦ રૂપિયા. તમારા ભગવાનને ભેટ ધરજો !”
અને ગઢપુર પહોચીને ભક્તોએ શ્રીજી મહારાજના દર્શન કરીને; પેલા પટેલના પૈસા મહારાજને આપ્યા અને કીધું, “મહારાજ ! રસ્તામાં કોઈ ભાવિક પટેલે, આ ભેટ મોકલાવી છે !”
મહારાજ હસ્યાં અને કીધું, “સારું ભક્તો ! એણે સારી પેઢી જોઈને ધિરાણ કર્યું છે..!”
🍃
પછી આ વાતને તો વર્ષો વીતી ગયા. પેલા પટેલને અચાનક કોઈ મુશ્કેલી આવી પડી અને ૧૦ હજારનું દેવું થઈ ગયું. (તે વખત ના ૧૦ હજાર, આજના કરોડો રૂપિયા જેટલા કહી શકાય). આના કારણથી આ ખૂબ જ આબરૂદાર માણસ, આપઘાત કરવા તૈયાર થઈ ગયા.
ત્યાં સીમમાં જઈને નદીએ આત્મહત્યા માટે તૈયારી કરતાં હતા; ત્યાં તો કોઈકનો અવાજ સંભળાયો, “એ રામ રામ, પટેલ !”
પટેલ ચોંકયા, એને થયું અચાનક અંહિયા કોણ ? પણ જોઈને જ શાંતિ થાય તેવા એક શેઠ ઊભા હતા. એ બોલ્યા, “પટેલ, કેમ આ વગડામાં એકલા શું કરી રયા છો ? કહો તો ખરા !”
એટલે પટેલે બધી વાત કરી. પ્રભુએ કીધું, “ભાઈ ! તમારા ૧૦ હજાર રૂપિયા, અમે તમને આપવા જ આવ્યા છીએ. વર્ષોથી તમારા પૈસા અમારી પાસે જમા હતા. આજે મોકો મળ્યો, તો ભરપાઈ કરી આપીએ છીએ.”
પટેલ કહે, “પણ હું તો તમને જાણતો ય નથી. અને મને ખબર પણ નથી કે, મે તમોને પૈસા આપેલા !”
મહારાજ કહે, “પટેલ ! તમે ભલે ભૂલી જાવ; પણ અમે ભૂલીએ એવા નથી હો !”
પટેલે નવઇથી પૂછ્યું, “પણ તમો કોણ છો, એ તો કહો !”
મહારાજે કીધું, “અમો સ્વામિનારાયણ ભગવાન છીએ !”
પટેલ કહે, “જુઓ, હું તમને ક્યારેય મળ્યો કે જોયા નથી. અને તમને ક્યાં અને ક્યારે કોઈ પૈસા આપ્યા હોય, એવું મારા ધ્યાનમાં નથી !”
મહારાજ કહે, “એ વાત ખરી ! પણ મારા ભક્તોને, તમોએ ૧૦ રૂપિયા વર્ષો પહેલા. આપેલા, અને અમને ભેટ ધરેલી હતી”
પટેલ કહે, “એ વાતને તો વર્ષો વીતી ગયા !”
મહારાજ કહે, “તે પૈસા અમારી પાસે જમા હતા. તે વધતાં વધતાં આજે પૂરા ૧૦ હજાર થઈ ગયા છે. લ્યો આ પૈસા !”
પટેલ તો શ્રીજી મહારાજના પગમાં જ પડી ગયા. અને સ્વામિનારાયણ ના આશ્રિત થયા.
✍🏼
ઈશ્વર ક્યાં કોઈનું બાકી રાખે છે..? એટલે જ તો કહ્યું છે કે….
🌿
દેવા વાળો નથી દૂબળો, ભગવાન નથી રે ભિખારી;
હે જી અખંડ રોજી હરિના હાથમાં, કોઈ નું નો રાખે ગિરધારી;
આપે વ્યાજ સહિત મોરારી..! 🌿
એમને મૂકેલું ધર્માદા રૂપી ધિરાણ કદીયે ફોગટ જતું નથી. જેવા જેના કામ, એવા પ્રભુના ફરમાન..!
*🙏જય સ્વામિનારાયણ🙏*
No comments:
Post a Comment