મહંતસ્વામી મહારાજ પ્રસંગમ

🇦🇹 *ગુરુહરિ મહંતસ્વામી મહારાજ પ્રસંગમ* 🇦🇹

તા.૨૮.૧૧.૨૦૧૭ મહંતસ્વામી મહારાજ આણંદ બિરાજમાન હતા.

સ્વામીશ્રી ૧૨.૧૮ વાગે ઉદ્યાનકક્ષમાં ભોજન લેવા વિરાજયા.

ગુણવત્સલદાસ સ્વામી નવીન વાત ઉપાડતાં કહે, ‘દુધવાળા કાકા રોજ વહેલી સવારે ૫.૦૦ – ૫.૧૫ વાગે ગાયનું દૂધ આપી જાય છે.’

મેં પૂછ્યું, ‘આટલા વહેલા દૂધ આપવા તમે આવો છો તો ગાય ને દોવો છો ક્યારે?’

તે કાકા કહે, ‘સવારે ૨.૩૦ વાગે!’

આશ્ચર્યથી મેં પૂછ્યું, ‘આટલા વહેલા ગાય દોવા દે?’

તો કાકા કહે, ‘આમ તો ન દોવા દે. પણ જ્યારથી મહંતસ્વામી મહારાજ આવ્યા છે ત્યારથી દોવા દે છે.’

ગુણવત્સલદાસ સ્વામી મનન આપતાં કહે, ‘ગાય પણ સમજી ગઈ કે મહંતસ્વામી મહારાજ આવ્યા છે એટલે વહેલું ઊઠવાનું જ છે. !’

સ્વામીશ્રી સહિત સૌ હસી પડ્યા.

No comments:

Post a Comment