*જીવનનો મંત્ર બતાવ્યો*
તા. ૦૪-૦૮-૨૦૦૫, વિ. સં. ૨૦૬૧, અષાઢ વદ ૩૦, ગુરુવાર, બોચાસણ
ગાંધીનગર અક્ષરધામમાં એન.એસ.જી. કમાન્ડો ખાસ દર્શને આવ્યા હતા. તેઓને ખબર પડી કે સ્વામીશ્રી નજીકમાં જ છે, એટલે દર્શન કરવાની ઇચ્છા વ્યક્ત કરી. કુલ ચાર કમાન્ડોમાંથી બે કમાન્ડોએ તો આતંકવાદી હુમલા વખતે એ જ પરિસરમાં ફરજ પણ બજાવી હતી. અત્યારે હિતેશ આ સૌ કમાન્ડોને લઈને આવ્યા. મેજર દીપકકુમાર વશિષ્ઠ, નરેન્દ્રસિંહ, દિનેશ વગેરે કમાન્ડો સ્વામીશ્રીને પગે લાગ્યા. સ્વામીશ્રીએ તેઓને આશીર્વાદ આપતાં કહ્યું : ‘आप सबको आशीर्वाद है। घर्मस्थान के दर्शनके लिए आप आये है और देशके लिए आप लड रहे है। आतंकवाद के साथ लडते है, तो आपकी भगवान रक्षा करेगे। आप सबको आशीर्वाद है कि देशकी यह जवाबदारी अदा कर सको। आपको जीवन मे भी शांति होगी, भगवान आपके परिवार को भी शांति देगे। सुबह उठके भगवान की प्रार्थना करते रहना। रक्षा क रनेवाले भी भगवान है। शक्ति भी वो ही देते है। उसकी दी हुर्इ बुद्धि से हम लडते है। जो कुछ काम करते है, भगवान की शक्ति से ही करते है। मै करता हूँ ऐसा भाव से करेगे तो फैल हो जाओगे। भगवान को याद करोगे तो अपना रास्ता खुल्ला हो जायेगा।’ સ્વામીશ્રીએ તેઓને પ્રેમથી મળીને જીવનનો મંત્ર બતાવ્યો.
No comments:
Post a Comment