ગુરુઋણ  અદા કેમ કરીએ

ગુરુઋણ  અદા કેમ કરીએ ??????? ગુરુ પ્રાણ અમે પાથરીએએએએએએ. પ્રમુખ સ્વામી સદાય આપને વંદન કરતા રહીએ.

ગુરુનુ ઋણ અદા કરવા પ્રાણ પાથરવાની આવશ્યકતા નથી. ગુરુ કદીએ એવું નહીં ચાહે કે આપણે પ્રાણ પાથરી દઈએ.

શિક્ષાપત્રીમા આજ્ઞા વચન આવે છે કે પોતે ભણેલી વિદ્યા બીજાને ભણાવવી. ગુરુનું ઋણ અદા કરવા આટલું જ કરીએ તો પણ ગુરુનું ઋણ ચૂકવી શકીએ . આપણે ગુરુના હાથ બની શકીએ. આપણી પાસે જે વિદ્યા છે તે બીજા સાથે સેર કરી શકીએ અને સત્સંગમા- ભકિતમા આગળ આવી શકીએ તથા અનેકને આગળ લઈ આવી શકીએ.

આપણા ગુરુ આટલી મોટી વયે આપણા સૌની  સત્સંગ ભક્તિ વધે તે માટે વિચરણ કરી શકતાં હોય... વાતો કરીને આશીર્વાદ દ્વારા જ્ઞાન આપતાં હોય આટલું બધું વહેલું ઊઠીને લાખોની સંખ્યામાં ઉપસ્થિત સત્સંગી ભકતોને દર્શનનું સુખ દઈને સત્સંગમા  આગળ વધારતા હોય. પરસનલ વિઝીટનો સમય આપીને આપણો સત્સંગ વધારતા હોય અને એવો બીજો કેટલોય ભીડો વેઠીને અનંત જીવોને સત્સંગ ભક્તિમા આગળ લાવા આટલો બધો પુરુષાર્થ કરતા હોય તો આપણે શું  આપણા ગુરુ જેવો પુરુષાર્થ કરી પોતાનો અને અનેકનો સત્સંગ વધારવા ઘસાઈ ન શકીએ??? અને ગુરુને રાજી ન કરી શકીએ???

તેઓનો  ભક્તિનો રંગ તો ચડતો ને ચડતો જ રહે છે. પણ આપણો ભકિતનો રંગ મંદ પડી જાય છે... આપણે અંતરદ્રષ્ટિ કરીને તપાસ્યું કે તો આપણો સત્સંગનો રંગ કેમ મંદ પડી જાય છે???? 

આપણા ગુરુ તો ભગવાન સ્વામિનારાયણના સાચા સેવક બનીને કેવી ઊત્તમ સેવા ભક્તિ ને સત્સંગનો ઊમંગ આપણામાં જગાવી રહયા છે..  તો આપણે શરૂ કરેલો સત્સંગ કેમ મંદ પડી જાય છે????

શાસ્ત્રીજી મહારાજ - યોગીજી મહારાજ- પ્રમુખ સ્વામીજીએ કેટલા વિરોધોને સહન કર્યા છે....!!!!! કેટ કેટલા!!!!!!

એમને સત્સંગ અને ભક્તિ કરતાં કરાવતાં જે વિરોધો આડા આવ્યા છે તેમાનું આપણે તો ટીપું જેટલુંય સહન કરવું પડયું નથી અને છતાંય ટીપું જેવડું વિરોધી તત્વ સામે આવે અને કોઈ left કરીને જાય એટલે આપણે આપણા સત્સંગમા મંદ પડી જાય. આપણે કરમાઈ જઈએ છીએ એ વિચારથી કે આને ન ગમ્યું અને છોડીને ચાલ્યા ગયા હવે બીજા કોઈને નહીં ગમે તો  તે પણ છોડીને ચાલ્યા જશે તો.....!!!!!! આવી બીકને લીધે આપણી પાસે જે જ્ઞાન છે તે સેર કરવાનું ધીમું કરી નાખીએ છીએ. પાછા હટતા જઈએ છીએ. પડદાની પાછળ રહીને સત્સંગ કરવા લાગી જઈએ છીએ. દરમાં ઊંદર ચાલ્યો જાય તેમ પાછા હટ થઈ જઈએ છીએ.

આપણે એ પણ ભૂલી જઈએ છીએ કે આપણે સત્સંગની કોઈપણ સેવા શા માટે શરૂ કરી હતી!!!! મહારાજ અને સ્વામી રાજી થાય તે સારૂ શરૂ કરી હતી. અને આપણા દરેકનું જ્ઞાન દ્ઢ થાય તે માટે શરૂ કરી હતી.

આપણો પોતાના પરનો વિશ્વાસ ડગમગવા લાગે છે. કે શું હું સેર કરું છું એ જ્ઞાન ઉત્તમ છે કે  નથી!!! અને બધા વચ્ચે આપણું ખરાબ દેખાશે એવી બીકે આપણે આપણા કદમ પાછા લઈ લઈએ છીએ. યાદ રાખવા જેવું છે કે... જ્ઞાન એક લીટીનું  હોયને તોપણ સ્વામીને રાજી કરવાના ભાવ સાથે કરેલું  છે એટલે તે ઉત્તમ નહીં અતિ ઊત્તમ જ્ઞાન છે.

કયાં ગયો એ ભાવ ભગવાન અને સ્વામીને રાજી કરવાનો!!!

ગ્રુપમા 200- 250 જેટલા સભ્યો હોય અને દરેક ધીરજપૂર્વક આપણી સાથે સત્સંગ કરતાં હોય તેના તરફ આપણી દ્રષ્ટિ ન જાય. 250 અઢીસોમાંથી કોઈ એક બે જણ ગ્રુપ છોડીને જાય તો તરત મુર્જાઈ જઈએ....... શા માટે!!!!!! ?? મુર્જાઈ જઈએ???? આપણે અહીં સત્સંગ કરવા ભેગા થયા છીએ... કોઈને મનોરંજન કરાવવા નહીં.

સત્સંગની બધી જ વાત ઊત્તમ હોય છે. એક શબ્દનો સત્સંગ હોય કે સ્વામી શ્રીજીના દર્શનના ફોટા કે વિડિયાનો કે A-Zનો સત્સંગ. સત્સંગનું બધું જ જ્ઞાન ઊત્તમોત્તમ હોય છે.

32 દાંત હોય.... 1 એક દાંત તૂટે તો જીભ તરત જયાં દાંત નથી તે તરફ જ જાય.  મન પણ એક દાંત નથી તે તરફ ધ્યાન દોરી જાય. બીજા 31 દાંત છે એ જોઈને પોઝીટીવ ન રહી શકે... નેગેટીવ તરફ જ દ્રષ્ટિ પહોંચે.

આપણે શૂરવીર સ્વામિનારાયણ ભગવાન
અને શૂરવીર ગુરૂપરંપરાના ગુરુના સિંહ સંતાનો છીએ. આપણે આમ થોડાક વિરોધથી ઠૂસ થઈ જઈએ તો આપણા ગુરુનું આપણી સંસ્થાનું નામ ઊચ્ચુ ન કરી શકીએ. અને આપણા ધ્યેય સુધી પણ ન પહોંચી શકીએ.

આપણને વાહ વાહની ઈનકરેજમેનટની જરૂર નથી. કોઈ આપણા કામને વખાણે તો જ કરવાનું ચાલું રાખવું એવું જરૂરી નથી. પોતે જ પોતાના મોટીવેટર બનીએ. આપણાં ગુરૂ અને મહારાજ આપણા શુભ કાર્યથી પ્રસન્ન જ છે. તેમના આશીર્વાદને યાદ રાખી પોતાને મોટીવેઈટ રાખીએ અને સત્સંગ કરતાં- કરાવતાં રહીએ.

જો કોઈ એવા પરિબળો આપણો સત્સંગ મંદ પાડી દે છે તો તો આપણે સાચો સત્સંગ કર્યો જ નહતો. આપણે જે જ્ઞાન સેર કરીએ છીએ તે આપણને ગમે છે અને બીજાનું પણ જ્ઞાન દ્ઢ કરાવે એવું સુંદર છે પણ બીજાને ન ગમે એટલે પોતાના પરનો વિશ્વાસ એ જ ક્ષણે ડૂલ થઈ જાય છે.  આવો અવિશ્વાસ હોય તો તરત જ કાઢી નાખવો જોઈએ. કેમકે સત્સંગનો *"સ"* પણ મૂલ્યવાન છે.

આપણા ગુરુ સત્સંગ કરાવે છે ત્યારે તેઓ એ વિચારતા નથી કે આમા મારું માન વધશે કે અપમાન થાશે!!! જે જ્ઞાન છે  તે સો ટકા સાચું જ્ઞાન છે અને ફળદ્રુપ જમીન પર પડશે એટલે તે ઊગશે જ એ વિશ્વાસ સાથે જ આપે છે.

આપણે પણ આપણા ગુરૂના પગલે ચાલીએ. આપણને જે મળ્યું છે તે વિશ્વાસ સાથે સેર કરીએ.
અને આ જ્ઞાનને મૂકીને જાવા તૈયાર થાય તો તેને જાતા જોઈને નિરાશ ન થઈએ. તેનો સમય પાકશે ત્યારે તેને પણ સત્સંગનો મહિમા સમજાશે.

સ્વામિનારાયણ ભગવાનના સમયમાં પણ એવા ઘણા જીવો હતા જે ભગવાનની સાથે અને પાસે રહયા છતાં પણ સત્સંગનું- ભક્તિનું- ભગવાનના સાનિધ્યનું સુખ લઈ શકયા નહતા. *"સત્સંગમા"* કોઈ ખામી કે કસર નથી.  સત્સંગનું સુખ જેને નથી આવતું ખામી તેની અંદર છે. તે જયારે હટશે ત્યારે તેને પણ સત્સંગનું સુખ ખૂબ જ આવશે!!!!  *"*

જય શ્રી સ્વામિનારાયણ. 

No comments:

Post a Comment