🌺 *"સેવાનું વળતર મોક્ષ" 🌺*
*(ગઢપુર નો પ્રસંગ)*
🌤ગઢપુરના મંદિરનું કામ ચાલુ કર્યું, એ વખતે સંતો અને હરિભકતો તન,મન,અને ધનથી સેવા કરવા જોડાયેલા. શ્રીજી મહારાજે દરેક સંતો-હરિભકતોને આજ્ઞા કરી’તી કે, ઘેલામાં જે કોઇ ન્હાવા જાય ને, તે માથે એક પથરો ઉપાડીને લેતા આવે.! સ્વયં અક્ષરધામના અધિપતિ એવા ખુદ શ્રીજી મહારાજ પણ, પોતાના સોનેરી મોળીયા ઊપર પથ્થર મુકીને લાવેલા. તો તે આપણા જેવાને, સેવાનો મહિમા સમજાવવા માટે જ તો !
🌤એક દિવસ મહારાજે ગઢપુરમાં સાદ કરાવ્યો કે, "મંદિરના પાયામાં જે કોઇ એક શેરનોય પથરો નાખશે, તેની એક પેઢીનું કલ્યાણ, આ ભગવાન સ્વામિનારાયણ કરશે."
🌤હવે આ સાદ, એક મહમદ નામના મુસલમાન છોકરાએ સાંભળ્યો. એ છોકરાએ વિચાર્યું કે,"અહો હો ! આ કલ્યાણ તો, સાવ મફતમાં મલવાનું છે, તો શા માટે લાભ નો લેવો ?"
અને મહમદ તો સાંજે કામ પરથી થી છૂટીને, ડાયરેક ઘેલા નદીએ ગયો. ત્યાંથી ઊચકી શકાય તેટલા વજન વાળો એક પથ્થર લઈને, દોસ્તાર ની દુકાને ગયો. અને વજન કરાવ્યુ તો 21 શેર વજન થયું.
અને ઈ પથરો માથે લઈને દાદા ખાચરના દરબારે લાવી મૂક્યો. એ જ વખતે મહારાજ ત્યાં પધાર્યા. છોકરાએ મહારાજ ના પગમાં પડી ને, કીધું, “સ્વામિનારાયણ ! તમે કીધેલું કે, એક શેરના પથરે, એક પેઢીનું કલ્યાણ કરશું. તો આ હું 21 શેરનો બરાબર તોલીને લાવ્યો છું. બોલો કેટલી પેઢીનું કલ્યાણ કરશો ?"
*શ્રીજી મહારાજ મંદ મંદ હસતા થકા બોલી ગયા, "એમાં શું ? ચોખ્ખો હિસાબ છે...! એકવીશ શેરનો હોય, તો જા ! તારી એકવીશ પેઢીનું અમે કલ્યાણ કરીશું."*
*🙏🙏અહા..હા ! કેવી અઢળક કૃપા !*
🌿 અને એવી જ રીતે...
🌤ત્યાં એક ડોશીમાં મંદિરની નજીક રહેતા'તા. પણ મંદિરના ભારે સખત વિરોધી. ભૂલમાં પણ કયારેય સ્વામિનારાયણ એમ નામ પણ ન બોલે. તો પછી કંઇ સેવા તો કરે જ શાના ? એમાં એક વખત એમ બન્યું કે, તેમના ઘરના આંગણામાં બેઠેલા કૂતરાને ખદેડવા માટે, તેમણે એક નાનકડો પથરો માર્યો. અને ઈ પથરો તો દડતો દડતો જઈને પડ્યો, ડાયરેક મંદિરના પાયામાં...!
અને આ ડોશીમા તો અજાણે’ય શ્રીજી મહારાજના આશીર્વાદમાં આવી ગયા. જેમ સાંકર ને જાણીને ખાય, તોય ગળી લાગે, અને અજાણે ખાય તોય ગળી જ લાગે ને !
*અને દેહાંત સમયે શ્રીજી મહારાજ ઈ ડોશીને ધામ તેડવા પધાર્યા. માત્ર એક ભુલમાં નાખેલા પથ્થરની સેવાથી કેટલો મોટો લાભ ?*
✍
તો સેવાનો મહિમા કેવો આદ્દભૂત છે. એટલે ભગવાનની, સંતો, ભક્તો અને મંદિરની સેવા થાય એટલી કરવી જ જોઈએ. એના થી શ્રીજી મહારાજ આપણી ઉપર ખૂબ રાજી થાય.
🍂🍃🍂🍃🍂🍃🍂
🙏 *જય શ્રી સ્વામિનારાયણ....!*
No comments:
Post a Comment